ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર ના નમો કમલમ કાર્યાલય ખાતે અધ્યક્ષ ડૉ જયપ્રકાશભાઈ સોની સાથે વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશી એ મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પત્ર પાઠવ્યો. જેમાં સાંસદ એ જણાવ્યું હતું કે આપના નેતૃત્વ સત્યનિષ્ઠા અને સમર્પણથી સમૃદ્ધ છે, જે ભારતીય જનતા પાર્ટીની પ્રેરણાદાયક વિચારધારાનું સંપૂર્ણ રીતે પ્રતિનિધિત્વ કરશે. ભારતીય જનતા પાર્ટી એ માત્ર એક રાજકીય સંગઠન નથી, પરંતુ એ એક સજીવ પરિપ્રેક્ષ્ય છે. જે આપણા દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. આપનું નેતૃત્વ વડોદરા માટે વિકાસના નવા દરવાજા ખોલશે.

સાથે શહેર અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની જી આજે વાડી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ કષ્ટ ભજન હનુમાન જી મંદિરે દર્શન કર્યા તેમજ વોર્ડ નં 6 મા વારશિયા વિસ્તારમા આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મુકેશ સાંઈ જી ના સાનિધ્યમા અને શહેર વિધાનસભાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં સિંધી સમાજ તથા વોર્ડ 6 પરિવાર ની મુલાકાત લીધી જ્યાં સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું.

Reporter: