વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં વોર્ડ ૧૨માં આવેલ પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીમા છેલ્લા ૨૦ દિવસથી ગટર લાઈન ઉભરાય છે.
ગત ૨૬ ઓગષ્ટએ પૂર આવ્યા બાદ ગટર લાઈનો ચોક અપ થઈ છે. બાલાજી સ્કાય રાઈઝ દ્વારા વરસાદી કાંસ પુરી દેવાથી આ સમસ્યા ઉભી થઈ છે. અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કરવા છતાં આજ દિન સુધી એમનો કોઈ પણ જાતનો નિરાકરણ આવ્યું નથી વોર્ડ ૧૨ના અધિકારીઓ તથા વોર્ડ ૧૨ના કોર્પોરેટરોને પણ કમ્પ્લેન કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા ૨૦થી આમનું કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું નથી.
હાલમાં ઘણી બધી બીમારી મેલરીયા ડેન્ગ્યુ ટાઈફોડ કમરો ચાલી રહી હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે નહીં તો અમે આંદોલન કરીશું.અને ઘરવેરો પાણી વેરો લાઇટ વેરો પણ અમે ભરીશું નહીં એવું ત્યાંના રહીશોનું કહેવું છે.
Reporter: admin