આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.
ભારતમાં હાથીઓના મોતનું સૌથી મોટુ કારણ છે ટ્રેન અકસ્માત.ઉત્તરાખંડ, તમિલનાડુ, કર્ણાટક, કેરાલા, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ અને આસામમાં હાથીઓનું અસ્તિત્વ છે. અહીના જંગલોમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાથીઓ આવી જતા હોય છે અને ટ્રેેનની અડફેટે તેમનું મોત થાય છે. દર વર્ષે ૩૫૦થી વધુ હાથીઓ ટ્રેનની અડફેટે મરે છે. મતલબ કે રોજ એક હાથીનું મોત થાય છે.
Reporter: admin







