વોશિંગ્ટન : અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત કેસનો એક મોટો દસ્તાવેજ જાહેર કરી દીધો છે.

આ ખુલાસામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન સહિત અનેક મોટી હસ્તીઓની તસવીરો સામે આવી છે. જોકે અમુક તસવીરો રેડેક્ટ (કાળી કરી દેવાઈ) છે. કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 'એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ શનિવારે વહેલી સવારે સાર્વજનિક કરાયેલા આ દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૉપ આઈકન માઈકલ જેક્સન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક એવી તસવીરો છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી.એપ્સ્ટીન ફાઈલને ચાર સેટમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં એકમાં કોર્ટ રેકોર્ડ, બીજામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ખુલાસા, ત્રીજામાં માહિતી અધિકાર કાયદા હેઠળ FOIA હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજો અને ચોથામાં કમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ તરફથી કરાયેલા ખુલાસા સામે છે.

આ રેકોર્ડમાં 50થી વધુ કોર્ટ કેસની વિગતો છે. એક તસવીરમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, એપ્સ્ટીનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે 'હોટ ટબ'માં આરામ કરતા જોવા મળે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત પોપ સિંગર માઈકલ જેક્સન, હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજોની પણ તસવીરો આ વખતે એપ્સ્ટીન ફાઈનલમાં ખુલી છે. કુલ 4 સેટમાં આ દસ્તાવેજો જાહેર કરાયા છે જેમાં કુલ 3500થી વધુ ફાઈલો છે. અન્ય એક ફોટામાં માઈકલ જેક્સન એપ્સ્ટીન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે. એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે.માહિતી અનુસાર જેફ્રી એપ્સ્ટીનના રૂમમાં પોપ જોન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી. આ તસવીર જેફ્રીના રૂમમાં મૂકી રાખવામાં આવી હતી. જ્યારે 7 મહિલાઓના ખોળામાં બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્રુ સૂતેલા દેખાઈ રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં પસાર થયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ 19 ડિસેમ્બર સુધીમાં એપ્સ્ટીન સાથે જોડાયેલી તમામ મહત્વની માહિતી જાહેર કરવી ફરજિયાત હતી. ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્શે જણાવ્યું હતું કે, વિભાગ પાસે લાખો દસ્તાવેજો છે, જેમાંથી એક મોટો હિસ્સો આજે જાહેર કરાયો છે અને આગામી અઠવાડિયામાં વધુ સામગ્રી સામે આવશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ પગલું પીડિતોને ન્યાય અપાવવા અને પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે.
Reporter: admin







