News Portal...

Breaking News :

ચૂંટણી ફોર્મની ચકાસણીમાં ગંભીર છબરડા : કલેક્ટર સમક્ષ અમી રાવત એ કરી રજૂઆત

2026-04-14 13:34:04
ચૂંટણી ફોર્મની ચકાસણીમાં ગંભીર છબરડા : કલેક્ટર સમક્ષ અમી રાવત એ કરી રજૂઆત


મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી બાદ વહીવટી ક્ષતિઓ સામે આવી છે. 


વોર્ડ નં. 1 ના ઉમેદવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરતા જણાવ્યું કે, AIMIM પક્ષ દ્વારા એક જ બેઠક પર બે વ્યક્તિઓને સમાન પ્રતીક ફાળવવામાં આવ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. ઉપરાંત, ઉમેદવારે 'સામાન્ય' બેઠક પર ફોર્મ ભર્યું હોવા છતાં યાદીમાં 'સામાન્ય સ્ત્રી' તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 


આ ગંભીર ભૂલો અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તંત્રએ ખાતરી આપી છે કે આવતીકાલે જાહેર થનારી આખરી યાદીમાં આ તમામ વિસંગતતાઓ સુધારી લેવામાં આવશે.

Reporter:

Related Post