ભારતીય સંવિધાનના શિલ્પી અને જ્ઞાન-ક્રાંતિના અગ્રદૂત, પરમ પૂજ્ય ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ!

તેમના અખૂટ પ્રયાસો અને દ્રષ્ટિ દ્વારા, તેઓએ દેશમાં સમાનતા, ન્યાય અને બંધુતા માટે એક નવો માર્ગ બનાવ્યો છે. તેમના જ્ઞાન અને વિચારો દ્વારા તેઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે અનુકરણીય માર્ગદર્શન આપ્યું છે.

આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે આ વિશિષ્ટ અવસરે, આપણે તેમના કાર્યો અને આદર્શોને યાદ કરીને સમાજમાં એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો હતો


Reporter: admin







