News Portal...

Breaking News :

ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીની ઉજવણી

2026-04-14 13:12:22
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીની ઉજવણી


ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 


ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી ભવ્ય વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. શોભાયાત્રાના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 


આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયાના વિચારોને જીવનમાં ઉતારી સામાજિક સમરસતા અને સદ્ભાવના કેળવવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સમગ્ર શહેરમાં 'જય ભીમ'ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોએ બંધારણીય મૂલ્યોના જતનનો સંકલ્પ લીધો હતો.

Reporter: admin

Related Post