News Portal...

Breaking News :

અંબાલાલ ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકોનું પ્રદર્શન

2025-03-16 12:44:39
અંબાલાલ ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકોનું પ્રદર્શન


વડોદરા:  શહેર કારેલીબાગ વિસ્તારમાં  હિટ એન્ડ રન ના બનાવ બાદ અંબાલાલ પારે ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકો એ પ્રદર્શન કર્યું.



વડોદરા શહેરમાં દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં હોળીના દિવસે કાર ચાલકે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા તેમાં એક મૃત્યુ પણ થયું હતું જેને લઈને વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સિનિયરના લોકો એ સ્પીડ બ્રેકર મુકવા માટે અનેક વખત રજૂઆત કરા છતા સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા ન મુકતા આજે સિનિયર સિટીઝન લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો 


અને અંબાલા પાર્ક ચાર રસ્તા પાસે અનેક અકસ્માતો થયા છે છતાં તંત્રને દેખાતું નથી આ વિસ્તારમાં પેટ્રોલ પંપ શાક માર્કેટ અને ધાર્મિક સ્થળો પણ હોવાથી ટ્રાફિક જામ ના દ્રશ્યો થતા હોય છે અને ઓવર સ્પીડ ના કારણે અકસ્માત થાય છે જેને લઈને આજે અંબાલા ચાર રસ્તા પાસે સિનિયર સિટીઝન લોકોએ આજે સ્પીડ બ્રેકર મુકવા માટે પ્રદર્શન કર્યું અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Reporter: admin

Related Post