શિક્ષણની મુખ્યધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા E-Line અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર ની વિવિધ શાળાના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને સ્કૂલ કીટ વિતરણ અભિયાન નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
અનેક સામાજિક કર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) ના માર્ગદર્શક રંજબેન ભટ્ટ ના માગ્દર્શન હેઠળ સતત બીજા વર્ષે વડોદરા જિલ્લા ના અંતરિયાળ વિસ્તાર ના જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ, ૩ નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ, નાસ્તા નો બોક્ષ, ડ્રોઈંગ બુક, પેન્સિલ બોક્ષ, સહીત ની સ્કુલ કીટ તૈયાર કરી આજૅ સાવલી તાલુકા ના પોઇચા સ્થિથ શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજૅ સંસ્થા ના અગ્રણી કેતન તલાટી, ચૈતન્ય તલાટી, જીગર શાહ, ભરત વૈષ્ણવ, રાધેશ શાહ, રુદરાંશ ગોસ્વામી અને શાળા ના આચાર્ય શિક્ષકો ના હસ્તે વિદ્યાર્થીઓ ને સ્કુલ કીટ ભેટ આપવામાં આવી હતી. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ની આ સેવા ને બાળકોએ ઉત્સવ પુર્વક આવકારી હતી. આ વર્ષે રાહતદરે ૧૨ હજાર ચપોડા વિતરણ કરવામાં આવ્યા હતા.
Reporter: News Plus