News Portal...

Breaking News :

કાલાવડના મૂળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાય,ગામ લોકો દ્વારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

2024-06-24 12:56:50
કાલાવડના મૂળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાય,ગામ લોકો દ્વારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા


ગઈકાલે  સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોધમાર વરસાદ બાદ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.


જામનગરના લાલપુર, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દ્વારકા, અમરેલી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદને શરૂઆત થઈ ચૂકી છે.કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.


ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદી માં પુર આવ્યું.પુર આવતા મૂળીલા થી નપાણીયા ખીજડિયા નો પુલ તૂટી ગયો હતો.પુલ તૂટતા અંનેક ગામનો  સંપર્ક તૂટી ગયો છે.પુલ તૂટતા સમાચાર મળતાગામ ના સરપંચ સહિત  ગામ લોકો  નદી પાસે જ્યાં પુલ તુતિયો હતો ત્યાં પોહચ્યા.એ સમયે  સ્કૂલ બસ આવી પોહચી હતી. સરપંચ અને ગામલોકો ની સ્તકતાને કારણે બસ ને સામે છેડે રોકી લેવામાં આવી હતી. ગામના લોકો દ્વારા બાળકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

Reporter: News Plus

Related Post