News Portal...

Breaking News :

કલાલી વિસ્તારમાં વુડાના મકાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે નાગરિકોમાં રોષ.

2024-06-24 15:02:44
કલાલી વિસ્તારમાં વુડાના મકાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે નાગરિકોમાં રોષ.


વડોદરા શહેર કલાલી ખાતે આવેલ ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડા ના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવ ના કારણે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો.


વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે. પાલિકાનો વિસ્તાર વધ્યો છે પરંતુ સુવિધાના નામે હજુ પણ મીંડું છે. નાગરિકો પાસે વેરો વસુલવામાં આવે છે પણ વેરાનું વળતર મળતો નથી. જો વેરો ના ભરે તો તેની ઉપર વ્યાજ અને પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવે છે. સાઈનાથ મોટાભાગના વિસ્તારો એવા છે ત્યાં હજુ પણ નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. રોડ, રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ છે.શહેર કલાલી ખિસકોલી સર્કલ પાસે આવેલ વુડા ના મકાનોમાં પ્રાથમિક સુવિધાઓ નો અભાવના કારણે સ્થાનિકો એ તંત્ર સામે રોષ ઠાલ વ્યો હતો. સયાજીગંજ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા ખિસકોલ સર્કલ પાસે સંતોષીનગરમાં મકાનો આપ્યા હતા ત્યારે  સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા કે તંત્ર દ્વારા ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવે છે 


વુડા ના મકાનમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા ને લઈ અહી લાઈટ, પાણી, રોડ ની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરવા છતાં સ્થાનિક નગર સેવકો ફક્ત આશ્વાસન આપીને જતા રહે છે અને ઇલેક્શનના સમયે આવીને મોટી મોટી ફક્ત વાતો જ કરે છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિરાકરણ લાવતા નથી જેને લઈને રોજ થઈ ગયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સયાજીગંજ વિસ્તારમાં રહેતા લોકોના મકાનો તોડીને ત્રણ વર્ષ પહેલા સંતોષીનગરના વુડાના મકાનો આપવામાં આવ્યા હતા ત્યારે તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હતી. અત્યાર સુધી માત્ર ને માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે.

Reporter: News Plus

Related Post