News Portal...

Breaking News :

પાદરા તાલુકાની સાંગમા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦૩ ભૂલકાઓનો શાળા પ્રવેશ

2024-06-27 14:01:41
પાદરા તાલુકાની સાંગમા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦૩ ભૂલકાઓનો શાળા પ્રવેશ


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના બીજા દિવસે કલેક્ટર બીજલ શાહ પાદરા તાલુકાની સાંગમા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. 


અહીં તેમણે બાલવાટિકા, આંગણવાડી ઉપરાંત પ્રાથમિક કક્ષાએ કુલ ૧૦૩ બાળકોનો શાળા પ્રવેશ કરાવવાની સાથે ભૂલકાઓને શૈક્ષણિક કીટ પણ આપી હતી.કલેક્ટર બીજલ શાહે બાળકો અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકોનું શિક્ષણ એ સમાજના પાયાનું ઘડતર છે. બાળકોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે બાળકમાં વાંચનની ટેવ વિકસાય તે જરૂરી છે. બીજલ શાહે શિક્ષકો સહિત સૌને શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે હાંકલ કરી હતી. 


આ સાથે તેમણે બાળકોના વાલીઓને સરકારની શિક્ષણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.કાર્યક્રમના અંતે કલેક્ટરએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી બાળકોને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો, આચાર્ય સહિત શાળાનો સ્ટાફ, બાળકો, વાલીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને પ્રવેશોત્સવની ઉલ્લાભેર ઉજવણી કરી હતી.

Reporter: News Plus

Related Post