વડોદરા શહેરના અમિત નગર સર્કલ થી પાણી ટાંકી જવાના રોડ પર ભુવો પડ્યો હતો. કોન્ટ્રાક્ટર અને અધિકારીના મીલી ભગતના કારણે ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. થોડા દિવસ પહેલા ત્યાં કામગીરી કરવામાં આવી હતી અને હજુ વરસાદ પડ્યો નથી પહેલા રોડ બેસી જતા. કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચાર ની પોલ ખુલી ગઈ હતી.
વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ સ્માર્ટ સિટીમાં ચોમાસા દરમિયાન ભુવા નગરી તરીકે ઓળખાય છે. ચોમાસા દરમિયાન જ રસ્તા તૂટી જાય છે, રોડ બેસી જાય છે, અને મસ્ત મોટા ખાડા પડી જાય છે. કહી શકાય કે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાના કારણે ચોમાસા દરમિયાન તેની પોલ ખુલી જાય છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મીલી ભગત ના કારણે ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. એક જ રોડને વારંવાર કોન્ટ્રાકટ આપીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવે છે. સ્માર્ટ સિટીમાં કોઈપણ રોડ એક વર્ષથી વધુ મર્યાદામાં ચાલતો નથી.
જ્યારે ચોમાસુ આવે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે. એવી જ રીતે વડોદરા શહેરના કારેલીબાગ અમિત નગર સર્કલ થી પાણી ટાંકીને જવા રોડ પર ભુવો પડી ગયો હતો. જ્યારે હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી એ પહેલા રોડ બેસી જતા. રોડમાં હલકી કામગીરી કરતા હોવાની સામાજિક કાર્યકર કમલેશ પરમાર એ આક્ષેપ કર્યો હતો. થોડા મહિના પહેલાં ત્યાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. હજી વરસાદની શરૂઆત થઈ નહીં એ પહેલા રોડ બેસી જ હતા આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી માંગ કરી હતી.
Reporter: News Plus