વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ સામે શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ કર્યા.

ગોત્રી વિસ્તારમાં આવેલ વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ સામે હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા સ્કૂલની અંદર ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી એ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સોમવારનાં રોજ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગોત્રી વિસ્તારના વિધા મંદિર વિધાલયમાં સ્કૂલનાં સમય બાદ સાંઈ અક્ષર એકેડેમી દ્વારા સાંજે 5 પછી ખાનગી ટ્યુશન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. અગાઉ આ સ્કૂલ વિવાદમાં આવેલી છે. વિદ્યામંદિર વિદ્યાલય સ્કૂલ છેલ્લા કેટલાક વર્ષોથી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે. બાંધકામ પરવાનગી ન હોવા છતાં રજા ચિઠ્ઠી વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ પરવાનગી શાખા નાં ટીડીઓ અને અધિકારીઓની મીલીભગત થી સ્કૂલ સંચાલક સામે કોઈ પણ કાર્યવાહીનકે નોટિસ હજુ આપવામાં આવી નથી.
કાયદા વિરુદ્ધ ટ્યુશન ક્લાસીસ ચાલે છે : જિલ્લા શિક્ષણ અધિકારી
કોઈપણ ખાનગી કે સરકારી સ્કૂલમાં પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવવું ગેરકાયદેસર છે. શિક્ષણ અધિનિયમનો ભંગ થતા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત અસ્મિતાના અહેવાલ બાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક સ્કૂલ સંચાલકોની તપાસ માટે અધિકારીઓને સૂચના આપી છે. સમગ્ર ઘટનામાં જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો શિક્ષણના અધિનિયમ મુજબ વિવિધ કલમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
મહેશ પાંડે, જિલ્લા શિક્ષણ અધિકારી
Reporter: admin







