વડોદરા : શહેરના ફતેહગંજ બ્રિજ પર આણંદ આંકલાવ થી જબલપુર જતી 35 ટન માલ ભરેલી ટ્રકનું એક્સલ ટુટી જતા વહેલી સવારથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી પોલીસે એક તરફના બ્રિજ પરનો ટ્રાફિક બંધ કર્યો હતો.
ગઈ મોડી રાત્રેઆંકલાવ થી જબલપુર જઈ રહેલી ટ્રક ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક ટ્રકનો એક્સલ તૂટી જતા ટ્રક એક બાજુ નમી પડી હતી. નસીબ જોગે રાત્રિના સમયે ખાસ વાહનો પસાર થતાં નહીં હોવાથી ગમખ્વાર અકસ્માત ટળ્યો હતો.
ફતેહગંજ બ્રિજ પર એક બાજુ ટ્રકનો એક્સલ ટુટી જતા ઢળી પડી હતી. જેથી બ્રિજ પરનો ટ્રાફિક જામ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક અસરથી એક બાજુનો ટ્રાફિક બંધ કર્યો હતો. જેથી બીજી તરફના બ્રિજના ભાગમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.
Reporter: News Plus