જાંબુઘોડા: પ્રાપ્ત માહીતી મુજબ જાંબુઘોડા ની આવેલી ઝંડ રાસ્કા રોડ ઉપર ITI ની નજીક જાણે કે સાપ બિયર પીતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
હવે ગુજરાતમાં દારૂબંધી નહિવત થઈ રહી છે ત્યારે રોજ બરોજ પોલીસ પણ પોતાના બાતમીદારો ગોઠવી તેમની પાસેથી અંગત બાતમીઓ મેળવી બાતમીના આધારે દેશી વિદેશી દારૂ ઉપર અંકુશ લાવવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે જાંબુઘોડા ઝંડ રોડ ઉપર આવેલી આઈટીઆઈ નજીક કોઈ બિયર પીનારાઓ રસિયા દ્વારા બિયરનું ટીન ફેંકી દેવામાં આવ્યુ હશે તેમાં કોઈએ ફેંકી દીધેલા બિયરના ટીન માં કઈક શિકારની ખોજ માં સાપે શિકાર કરવા માટે સાપે પણ બિયરના ટીનમાં માથું ઘુસાડી દેતા ઉંદર કાઢતા ઊંટ પેઠું જેવી હાલત સાપની થઈ હતી.
જેથી વિગતો જાણે એમ છે કે જાંબુઘોડા થી ઝંડ જવાના રોડ ઉપર આવેલી ITI નજીક કોઈ રાહદારીને બિયરના ટીનમાં ફસાયેલો સાપ જોતા તેને જાંબુઘોડા વન્યપ્રાણી વિભાગના આર એફ ઓ એસ વી રાઉલજી ને જાણ કરતા તેમને વાઇડ લાઇફ સેન્ચ્યુરીમાં સર્પ મિત્ર તરીકે સેવા આપતાં સર્પ મિત્ર પંકજ ભાઈ પરમાર તેમજ તેમની ટીમને આ બાબતે જાણ કરતા તાત્કાલિક સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ વન્ય પ્રાણી વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં સાપનું માથું બિયરના ટીમમાં ફસાયેલું જોતા તેઓએ તાત્કાલિક સાપનું માથું બિયરના ટીન માંથી કાઢવા ના પ્રયત્નો ચાલુ કર્યા હતા જ્યારે સાપને બિયર ના ટીન માંથી કાઢવા માટે તેઓને લોખંડ કાપવાની એકસો બ્લેડની જરૂર પડતા તેઓએ નજીક માં આવેલી આઈટીઆઈ માંથી એકસો બ્લેડ લઈ મહામુસીબતે એકસો બ્લેડ ની મદદથી બિયર ના ટીનને કાપી બિયરના ટીન માં ફસાયેલા સાપને સહી સલામત બહાર કાઢતા સાપને પણ હાશકારો થયો હોવાનું લાગ્યું હશે જોકે જાંબુઘોડા અભ્યારણ વિસ્તાર હોવાથી અવારનવાર સાપો તેમજ અજગર જેવા જાનવરો નીકળી આવતા હોય છે. વન્ય પ્રાણી વિભાગ દ્વારા વન્ય પ્રાણી વિભાગની ટીમ સાથે સર્પ મિત્ર પંકજભાઈ પરમાર પણ આ અબોલ જીવોને બચાવવા હંમેશા અગ્રેસર રહે છે, ત્યારે આ બિયરના ટીન માં ફસાયેલા સાપને પંકજભાઈ પરમાર એ બિયરના ટીન માંથી નવુ જીવન આપી મુક્ત કરી સલામત સ્થળે છોડી આવ્યા હોવાનું જાણવા મળે છે.
Reporter: admin