વડોદરા : શ્રાવણ મહિનામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો સમગ્ર ભારતમાંથી કાવડમાં ગંગાજળ લઈને પદયાત્રા કરીને ભગવાન ભોળાનાથના મંદિરમાં જઈને તેમના પર જળ અર્પિત કરે છે.
આ યાત્રાને કાવડ યાત્રા કહેવામાં આવે છે અને આ લોકોને કાવડિયા કહેવામાં આવે છે. ત્યારે વડોદરા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 11મી ટાવરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ભાગરૂપે આજે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આવળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
વડોદરા શહેર સિદ્ધનાથ મહાદેવ ખાતેથી કાવડ ની શરૂઆત થનાર છે. આ કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી સવારે 7:00 કલાકે કાવડિયા પ્રસ્થાન થનાર છે ત્યારે આ કાવળયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો કાવડયાત્રામાં જોડાનાર છે જેને લઈને આજે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Reporter: admin