વડોદરા: શહેરમાં મગરને સ્કૂટર પર લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
વીડિયોમાં રેસ્ક્યુ કરી મગરને સ્કૂટર પર લઈ જવાતા લોકોમાં કૂતુહલ જાગ્યું છે. મગરને વન વિભાગના કર્મીઓએ રેસ્ક્યુ કર્યુ હતું.હાલ વડોદરામાં નદીના પૂરને કારણે મગરો શહેરોમાં તણાઈ આવ્યા છે. મગરોથી જીવ બચાવવા ઘણા લોકો હજુ પોતાના ઘરોમાં જતા ડરી રહ્યાં છે. વન વિભાગના કર્મીઓને મગરનું રેસ્ક્યુ કરવાના દિવસમાં કેટલાય ફોન આવતા હોય તેમજ જાણવા મળ્યું છે. ત્યારે ગઈકાલ રાત્રે આવી જ રીતે વન વિભાગના કર્મચારીઓએ મગરનું રેસ્ક્યું કર્યું હતું.
મગરને રેસ્ક્યું કરી બે કર્મીઓએ સ્કૂટર પર મગરને દોરડાથી બાંધી લઈ જતા જોવા મળ્યા હતા. મગરને સ્કૂટર પર જોતા કેટલાક યુવાનોએ તકનો લાભ ઉઠાવી મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં લોકોમાં મગરને જોવાની ઉત્સુકતા જાગી છે તો સાથે કુતૂહલ પણ સર્જાયું છે. મગરને વિશ્વામિત્રીમાં છોડવા જતા યુવાનો વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. વડોદરામાં રોજ મગરનું રેસ્ક્યું કરવામાં આવે છે. મહાકાય મગરને સ્કૂટર પર લઈ જતા યુવાનોને જોઈ ભાઈ બહુ જબરદસ્ત ડેરિંગ છે તેવં નાગરિકો બોલી રહ્યાં હતા.
Reporter: admin