News Portal...

Breaking News :

ધોધમાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સર્જાયા: કુલ ૧૮ મોત

2024-08-31 10:26:28
ધોધમાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સર્જાયા: કુલ ૧૮ મોત


વડોદરા : રાજ્યભરમાં ઠેર-ઠેર જળબંબાકાર થવાથી અનેક વિસ્તારમાં મોટીમાત્રામાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરા, પોરબંદર, કચ્છના અબડાસા સહિતના વિસ્તારોમાં પૂરથી તારાજીની સ્થિતિ નિર્માણ પામી હતી. જ્યારે હજુ પણ અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી.  


પૂરના પાણીમાં ડૂબી જવાથી વડોદરામાં ૯ વ્યક્તિના મોત સહીત રાજ્યમાં ૧૮ ના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે.આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે જામનગરમાં આવેલા પૂરના પાણીમાં તણાયેલા ૭ વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે ગુમ છે.રાજ્યમાં 27 ઑગસ્ટના દિવસે જામનગરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં સત્યમ કોલોનીમાં રહેલા બે પિતા-પુત્ર રેલવે અંડર બ્રિજથી પસાર થતાં સમયે ભારે પાણીના પ્રવાહમાં તણાયા હતા. ભારે શોધખોળ બાદ ગઈ કાલે (29 ઑગસ્ટે) વારાફરતી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.


જામનગરના ધ્રોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરમાં તણાયેલા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. જ્યારે સુભાષ બ્રિજ નજીક મળેલી અજાણ્યાં વ્યક્તિની લાશનો પોલીસે કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ, બેડી મરૂન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસનો ભાઈ પાણીમાં તણાયો હતો. આ પછી લાંબી શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Reporter: admin

Related Post