દુબઇ : મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કહેવા પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. યુએઈના અધિકારીઓએ સૌરભચંદ્રાકરની અટકાયત અંગે ભારત સરકાર ને CBIને જાણ કરી છે.સૌરભ ચંદ્રાકરની અટકાયતના સમાચાર બાદ હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે.અહેવાલો અનુસાર, કે સૌરભ ચંદ્રાકરને જલ્દી જ ભારત લાવવામાં આવશે. સૌરભ ચંદ્રાકરને ડિસેમ્બર 2023માં યુએઈમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ત્યારથી તે દુબઈ પોલીસની કસ્ટડીમાં છે.
તેને આગામી 10 દિવસમાં તેને ભારત લવાશે.સૌરભ ચંદ્રાકર પર 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. થોડા વર્ષો પહેલા સુધી સૌરભ છત્તીસગઢના રાયપુરમાં સૌરભ ચંદ્રકાર જ્યુસ ફેક્ટરી નામથી જ્યુસની દુકાન ચલાવતો હતો. જ્યુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. પહેલા તે ઓફલાઈન સટ્ટો રમતો હતો, પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મળીને મહાદેવ બેટિંગ એપ લોન્ચ કરી હતી.
Reporter: admin