સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારડોલી થી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રા ગઈકાલના રોજ સાંજના 6:30 કલાકે જાંબુવા જકાતનાકા થી વડોદરા શહેરમાં પ્રવેશ કરી રેલી સ્વરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ આજવા રોડ ખાતે સંપન થઈ.સરદાર સન્માન યાત્રાનું વડોદરામાં પ્રવેશ વખતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વડોદરાના ઉપપ્રમુખ કુમુદભાઈ અકબરી, SPG વડોદરા જીલ્લાના અધ્યક્ષ આશિષભાઈ પટેલ, દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજના પ્રમુખ હસમુખભાઈ પટેલ, સરદારધામ યુવા ટીમના મયુરભાઈ સુતરીયા સાથે વડોદરા શહેરના કોર્પોરેટરો સ્નેહાબેન પટેલ, ભાણજીભાઈ પટેલ કક્કુભાઈ પટેલ, અલ્પેશભાઈ લિંબાચિયા વગેરે જેવા રાજકીય આગેવાનો તથા વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના લોકોએ ઉપસ્થિત રહી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ સરદાર સન્માન યાત્રાનું માણેજા સ્થિત વડોદરા યુવા રાજપૂત એસોસિએશન દ્વારા સરદાર સાહેબને હાર પહેરાવી તથા બધા યાત્રિકોને પાણીની બોટલો આપી સૌના સરદારનો ભાવ વ્યક્ત કર્યો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં આયોજિત સરદાર સન્માનયાત્રાના કાર્યક્રમ દરમિયાન મધ્ય ગુજરાતના તમામ રાજવી પરિવારોનું અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલને આપેલ સહકાર બદલ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડોદરા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા યુવાનોની હાજરીમાં શૈલેષભાઈ સગાપરીયાએ સરદાર સાહેબના પ્રેરણારૂપ જીવન પ્રસંગોનું આબેહૂબ વર્ણન કરતા હાજર સૌ મંત્રમુગ્ધ થઈ ગયેલ.
Reporter: admin







