News Portal...

Breaking News :

વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજની નિશ્રામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો

2025-06-16 14:48:44
વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજની નિશ્રામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો


જૈન મંદિરોની નગરી તરીકે જાણીતા પાલિતાણા શહેરમાં આજે ભારતભરમાં થી પધારેલ ગુરુભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો હતો.



જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ નો ચ્યવન કલ્યાણક દિવસ અને સુર્ય નો મિથુન રાશિ માં પ્રવેશ પ્રસંગે પાલિતાણામાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આરીસાભવન થી વાજતેગાજતે ભગવાનની શોભાયાત્રા આરીસાભવન થી ચતુર્વિધ સંઘ સાથે નીકળી હતી. વધુમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટ ના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે વડોદરા થી ત્રણ બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલિતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવ માં ભાગ લેવા પહોંચ્યા હતા.બોડેલી નજીક આવેલ હરખપુર ની ૧૩ વર્ષ રાગિણી રાજુભાઈ જૈન ને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે દીક્ષા નું મુહૂર્ત પ્રદાન હતું અને પાંચ મહિના પછી ૩૦ નવેમ્બર ૨૦૨૫ ના દિવસે પાલીતાણા ના જેતાવાડા ધર્મશાળા માં મુમુક્ષુ રાગિણી ને દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ ની શિષ્યા બનશે.દરમિયાનમાં શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સાધર્મિકો ને નિઃશુલ્ક પંચ તિથી યાત્રા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો અને સંસ્થા ના પાયા ના કાર્યકર અનિલભાઇ શાહ નું બહુમાન કર્યું હતું.


ભાઈઓને સામાયિકની કીટ તથા બહેનોને સાડીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું હતું.આજે યોજાયેલા સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજની નિશ્રામાં સવારે ઢઢાભવન ખાતે પરમાત્માના અભિષેક અને પુજન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિ વિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભસુરીના શિષ્ય રાજચંદ્ર સુરી તથા દીક્ષિત પ્રબોધ વિજયજી તથા ગણિ ધર્મરત્ન વિજયજી મહારાજ આદિઠાણા એ નિશ્રા પ્રદાન કરી હતી અને ભક્તો એ ગુરુભક્તિ ગીતો રજૂ કર્યા હતા.તથા આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે  પાદલીપતસુરી મહારાજ ના નામ ઉપરથી પાલીતાણા શહેર કેવી રીતે બન્યું તેનો સુંદર ઈતિહાસ વ્યાખ્યાન માં સમજાવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.માંજલપુર ના લાલબાગ જૈન સંઘ ના અગ્રણી વારીસ શાહ સહિત ના અગ્રણીઓએ ભારતભર માંથી પધારેલા ગુરુ ભક્તો ને છઠ્ઠી જુલાઈએ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું .અને ગુરુદેવ ને કામળી ઓઢાડી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરા માં ચાલુ વર્ષે ૩૯ મોં જૈન સંઘ ભાયલી ખાતે બન્યો છે જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ના શિષ્ય ગણિ ધર્મરત્ન વિજયજી મહારાજ નો વાજતેગાજતે પ્રવેશ ૫ જુલાઈએ કરવામાં આવશે એમ નવા બનેલા ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘ ના અગ્રણી વિનિતભાઈ શાહે જણાવ્યું હતું.

Reporter: admin

Related Post