ચૂંટણીના પ્રચારમાં ભલભલા ચતુર નેતાઓ પણ ઉત્સાહમાં આવીને મનફાવે તેવા નિવેદનો આપતા હોય છે. પછી જ્યારે તેના પર વિવાદ સર્જાય અને ભૂલનો અહેસાસ થાય એટલે માફી માંગતા હોય છે.
પૂરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના ( નિવેદનથી વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ તેમણે મોડી રાત્રે માફી માંગી હતી,દેશમાં પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના નેતા સંબિત પાત્રાનું એક નિવેદન હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું હતું. તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથને લઈને અપાયેલ નિવેદન પર વિવાદ સર્જાયો હતો.
જેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ એવું કહેતા સંભળાય રહ્યા છેકે “ભગવાન જગન્નાથ વડાપ્રધાન મોદીના ભક્ત છે.આ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સંબિત પાત્રાના નિવેદન પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. આનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે.’
Reporter: News Plus