News Portal...

Breaking News :

ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરુ

2024-05-21 14:01:52
ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરુ


વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરુ કરવામાં આવ્યો છે.


ડીઈઓ કચેરી દ્વારા પોતાના શિક્ષણ નિરિક્ષકોની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોએ આજે ૨૫ જેટલી મદ્રેસાઓનો પહેલા દિવસે સર્વે કરીને જાણકારી એકત્રિત કરી હતી.ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે, આ સર્વે કરવા પાછળનો હેતુ મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો નિયમિત સ્કૂલોમાં પણ ભણવા માટે જાય છે કે નહીં તેની જાણકારી મેળવવાનો છે.કારણકે ધાર્મિક શિક્ષણ મેળવવુ બાળકોનો અધિકાર છે પણ સાથે સાથે નિયમિત શિક્ષણનો અધિકાર પણ બંધારણે આપેલો છે.આજે અલગ અલગ વિસ્તારોમાં લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને મદ્રેસાઓમાં જઈને બાળકોની જાણકારી એકત્રિત કરવામાં આવી હતી.જેથી કોઈ જાતની ગેરસમજ ના સર્જાય.તેમના કહેવા અનુસાર પ્રાથમિક તબક્કે મદ્રેસાઓમાં જતા મોટાભાગના બાળકો સ્કૂલોમાં પણ અભ્યાસ કરે છે તેવુ અમને જાણવા મળ્યુ છે


સર્વે દરમિયાન તમામ મદ્રેસાઓ તરફથી અમને સહકાર મળ્યો હતો અને  ત્યાં ભણતા બાળકોની જાણકારી અમારી ટીમોને પૂરી પાડવામાં આવી હતી.અમારી પાસે હાલમાં તો ૨૯ મદ્રેસાઓનુ લિસ્ટ છે અને આ સિવાય પણ અલગ અલગ વિસ્તારોમાં ચાલતી બીજી મદ્રેસાઓની જાણકારી મળશે તો ત્યાં જઈને પણ સર્વે કરવામાં આવશે.આ કામગીરી પૂરી થયા બાદ તમામ જાણકારી અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને મોક આપીશું.વડોદરા શહેરમાં ડીઈઓ કચેરી દ્વારા અને વડોદરા જિલ્લામાં  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ડોદરાની સાથે સાથે બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

Reporter: News Plus

Related Post