સમગ્ર ગુજરાતમાં અને વડોદરા વડોદરા જિલ્લામાં હીટ વેવની અસર જોવા મળી રહી છે ત્યારે વડોદરા 108 ઇમર્જન્સી માં દિવસ એના દિવસે તાવ ઝાડા ઉલટી ડી હાઇડ્રેશન જેવા કેસોમાં વધારો થયો છે છેલ્લા એક મહિનામાં 80 કેસ અને છેલ્લા પાંચ દિવસમાં 30 જેવા કેસો નોંધાયા છે
ગુજરાતમાં (Gujarat) આગામી પાંચ દિવસ ગરમીનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે. હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થશે.જેમાં દિવસે હીટવેવ ઉપરાંત શહેરી વિસ્તારમાં રાત્રે નવ વાગે સુધી વોર્મ નાઇટનો પણ અનુભવ થશે. અમદાવાદમાં(Ahmedabad) 5 દિવસ રેડ એલર્ટ અને વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, આણંદ અને સુરેન્દ્રનગર, પોરબંદર,જૂનાગઢ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે.હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ આપ્યું છે. આ સમયે શહેરનું તાપમાન 45 ડિગ્રી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ કામ સિવાય લોકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. તેમજ કોર્પોરેશને હીટ એકશન પ્લાન મુજબ દરેક હેલ્થ સેન્ટર પર ઓઆરએસના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વધેલી ગરમીના કારણે લૂ લાગવાના તથા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાં વડોદરા અને સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કારણે 2 વ્યક્તિના મોત થયા છે. વડોદરામાં લૂ લાગવાના કારણે 2 વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે. તેમજ સરકારી હોસ્પિટલમાં લૂ લાગવાના અનેક કેસો નોંધાયા છે. જેમાં ઇમરજન્સી સર્વિસ 108ને પણ મળતા કોલની સંખ્યામાં વધારો થયો છે.
Reporter: News Plus