વાઘોડિયા: સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સ્નેહ મિલન સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ગુજરાતમાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવન તેમજ સામાજિક કાર્યક્રમ કરવા માટે ભવનભૂમિ ખાતે સ્નેહ મિલન સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી તેમજ મહાનુભાવનો ફુલહાર તેમજ ટ્રોફી આપીને સત્કાર સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ આદિવાસી બાળાઓ દ્વારા આદિવાસી ગીત પર નૃત્ય કરવામાં આવ્યું આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ભવન નિર્માણ માટે સમાજના દાતાઓ દ્વારા જાહેરમાં દાનની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વસાવા સમાજ ના હોદ્દેદારોની મીટીંગ યોજાઈ ને ચૂંટણી કરીને નવા હોદેદારો ની નિમણુક કરવામાં આવી હતી તેમજ સમસ્ત વસાવા સમાજના તેજસ્વી વિદ્યાર્થી માટે ભવન નિર્માણ નું કાર્ય ખૂબ ઝડપી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વાઘોડિયામાં પ્રથમ વાર તારીખ 29- 4 -2025 રવિવારનાં રોજ સમુહ લગ્નનુ આયોજન ભવન ભૂમિ વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું છે. વસાવા સમાજના તમામ માતા-પિતાને પોતાના દીકરી દીકરાને ઓછા ખર્ચમાં સમૂહ લગ્નમાં જોડાવા માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin