બ્રેડની આ રેસિપી બનાવવા માટે બ્રેડની સ્લાઈજ, એક ચમચી રાઈ,સમારેલી એક ડુંગળી, એક ચમચી ટોમેટો કેચપ,બે ચોપ કરેલ મરચા, એક ચમચી આદુની પેસ્ટ,એક ચમચી સીંગદાણા, એક ચમચી લીબુંનો રસ, તેલ અને મીઠુ, બે ચમચી સમારેલી કોથમીર જરૂર પ્રમાણે જરૂરી છે.
બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી લેવો.એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ અને આદુની પેસ્ટ અને ચોપ કરેલ મરચા ઉમેરી સાંતળી લેવા. હવે ડુંગળી અને સીંગદાણા ઉમેરી સાંતળી લેવા.
હવે ટામેટા ઉમેરી બધું મિક્સ કરી તેમાં બ્રેડ નો ભૂકો ઉમેરી લેવો. બધું બરોબર મિક્સ કરી થોડી વાર હલાવતા રેહવું હવે તેમાં ટોમેટો સોસ અને લીબુંનો રસ ઉમેરી મિક્સ કરી લેવું અને ગેસ પરથી ઉતારી પીરસી લેવું.
Reporter: admin