નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
લવિંગના અને તમાકુનાં પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ (માઈગ્રેસ) માઈગ્રેન મટે છે.
નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુઃખાવો મટે છે.
મરીને શુદ્ધ ઘીમાં ઘસીને તેના નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી મટે છે.
જીભ ઉપર ચપટી મીઠું મૂકી, દશ મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુઃખાવો મટે છે.
સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.
આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઊતરે છે.
Reporter: admin