News Portal...

Breaking News :

મોતના ગેમઝોન નો મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી નો પગાર 1 લાખનો હતો.

2024-05-26 14:03:33
મોતના ગેમઝોન નો મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી નો પગાર 1 લાખનો હતો.



રાજકોટમાં ગઈકાલે સર્જાયેલી દુર્ઘટનાથી આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગતા 33થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ આગ્નિકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે જ્યાં ટીઆરપી ગેમઝોન બનાવાયો હતો ત્યાં કેટલાક વર્ષ પહેલાં ખુલ્લો પ્લોટ હતો. આ જમીનનો મૂળ માલિક ગિરીરાજસિંહ જાડેજા છે.યુવરાજસિંહ સોલંકી (TRPમાં 15 ટકા ભાગીદારી) એ ગિરીરાજસિંહ પાસેથી પ્લોટ ભાડે લીધો અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનો ખેલ શરૂ થયો.યુવરાજસિંહ લેતો મહિને 1 લાખ પગાર જોકે, TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે, જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. 


બીજીબાજુ રાજકોટના યુવરાજસિંહ સોલંકીની TRPમાં 15 ટકા ભાગીદારી છે,સાથે જ તે દર મહિને 1 લાખ રૂપિયા પગાર પણ લેતો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ગોંડલનો રાહુલ રાઠોડ નામનો યુવક પણ આ ગેમઝોનમાં ભાગીદાર છે,જે વેલ્ડિંગ અને મેઈન્ટેનન્સનું કામ સંભાળતો હતો.પોલીસે TRP ગેમ ઝોનના સંચાલય અને મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી તેમજ એક મેનેજરની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી હતી.આ સિવાય પણ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે અટકાયત કરી છે.પરંતુ  હજુ સુધી પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ પોલીસને હાથ લાગ્યા નથી

Reporter: News Plus

Related Post