શહેરમાં એક તરફ પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે. ત્યારે મોડી રાત્રે શહેરમાં તુલસીવાડીમાં છરીના ધા ઝીંકી યુવકની હત્યા કરી દેવામાં આવી છે. બનાવને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની હત્યા તેના જ કોઇ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચા છે. બનાવને પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ પણ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી અનુસાર, શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજીદ ચંદુ ઉર્ફે તાજીયા નામથી ખૂબ જાણીતા યુવકની મોડી રાત્રીના સંગમ ચાર નજીક રૂપમ ટોકિઝ પાસે છરીના ઘા ઝીંકી બેરહેમીપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. છરીના ઉપરા છાપરી ઘા ઝીંકતા રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હત્યારાઓએ ખુબ જ બેરહેમીપૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. બનાવ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્તર પર આવી રહ્યા હતા.ગંભીર ઈજાગ્રસ્ત સાજીદને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે પણ લોક ટોળાં ઉંટી પડ્યા હતા. પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
Reporter: News Plus