ડભોઈ તાલુકાના એક ગામની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને એક વર્ષ પહેલા ભગાડી જનારો આરોપી કચ્છ જિલ્લાના હળવદ તાલુકામાંથી ઝડપાઈ ગયો છે. વડોદરા જિલ્લા પોલીસના પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે આરોપી અને એની સાથે રહેતી કિશોરીને પણ રેસ્ક્યૂ કરી છે. પોલીસ બંનેને લઈને ડભોઈ આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.
વડોદરા જિલ્લા પોલીસના પેરોલફર્લો સ્કવોર્ડે પેન્ડિંગ કેસોના નિકાલની ઝૂંબેશ ઉપાડી છે. જે અંતર્ગત એક વર્ષ પહેલા ડભોઈ તાલુકાના એક ગામની સગીર કન્યાને લગ્નની લાલચ આપીને ભગાડી જવાનો કેસ પેન્ડીંગ જોવા મળ્યો હતો. જેથી પોલીસે આ ગુનો ડિટેક્ટ કરવા માટે કમર કસી હતી. પોલીસની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી જાણકારી મેળવી હતી. કિશોરીને ભગાડી જનારો આરોપી કચ્છ જિલ્લામાં કશેક રહેવા ગયો છે.
જેથી પોલીસે ટેકનિકલ સોર્સની મદદ લઈને એનુ લોકેશન શોધી કાઢ્યુ હતુ. આરોપી કચ્છ જિલ્લાના હળવદ તાલુકાના ચરવાડા ગામની સીમમાં એનુ લોકેશન મળ્યુ હતુ. જેને આધારે પોલીસે ચરવાડા ગામે તપાસ કરતા આરોપી સંજય લાલુભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ રાઠોડિયા (રહે. ડભોઈ તાલુકો) મળી આવ્યો હતો. આરોપીની સાથે સગીર કન્યા પણ મળી આવતા પોલીસે એને રેસ્ક્યૂ કરી લીધી હતી.
Reporter: News Plus