News Portal...

Breaking News :

છોટાઉદેપુરના ઝોઝ ગામે 45 વર્ષીય આધેડ ઉપર રીંછનો હિંસક હુમલો

2024-06-27 17:58:41
છોટાઉદેપુરના ઝોઝ ગામે 45 વર્ષીય  આધેડ ઉપર રીંછનો હિંસક હુમલો


છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે 45 વર્ષના આધેડ પર રીંછે હુમલો કરતા ફફડાટ વ્યાપી ગયો હતો. ઝોઝ ગામે રીંછના હુમલાનો પખવાડિયામાં બીજો બનાવ નોંધાયો હતો. 


આજે રીંછના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા આધેડને સારવાર માટે પહેલા તો છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે, ત્યાં તેની તબિયત નાદુરસ્ત જણાતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં સયાજી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા એની સારવાર ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગણાતા ઝોઝ ગામે રહેતા 45 વર્ષના રસિકભાઈ નાયકા આજે વહેલી સવારે જંગલ વિસ્તારમાં ઉભા હતા. તે સમયે એક રીંછે એમની ઉપર હુમલો કર્યો હતો. રસિકભાઈ કંઈ સમજે તે પહેલા તો રીંછે એમના માથા અને હાથ પર બચકાં ભરી લીધા હતા. 


રીંછના હુમલામાંથી હેબતાઈ ગયેલા રસિકભાઈએ બૂમરાણ મચાવી હતી. જેથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને રીંછની ચુંગાલમાંથી રસિકભાઈનો માંડમાંડ છોડાવ્યા હતા. લોકોના ટોળાંને જોઈને રીંછ જંગલ તરફ નાસી ગયુ હતુ. જોકે, એના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રસિકભાઈને સારવાર માટે છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ એમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા એમની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની હાલત સુધારા પર હોવાનુ કહેવાય છે.

Reporter: News Plus

Related Post