દિલ્હી : વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ 25-44 બેઠકો પર આગળ છે.
5 ફેબ્રુઆરીએ 70 બેઠકો માટે 60.54% મતદાન થયું હતું. 2025ની ચૂંટણીના એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને મોટાભાગના પોલ્સમાં 36-40 બેઠકો તો ભાજપને પણ તેટલી જ 39-44 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે. 2025ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસનું અનુમાન વ્યક્ત કરાયું છે. તમામ પોલ્સમાં કોંગ્રેસને 2-3 બેઠકોનું અનુમાન વ્યક્ત કરાયું છે.જો ભાજપ સરકાર બનાવે છે તો તે 27 વર્ષ પછી સત્તામાં પાછી આવશે. આ પહેલા 1993માં ભાજપે 49 બેઠકો જીતી હતી અને 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલ્યા હતા. મદનલાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ.તેવી જ રીતે, 2020માં, કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા, પરંતુ દારૂ કૌભાંડમાં જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે રાજીનામું આપ્યું. તેઓ 4 વર્ષ 7 મહિના અને 6 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા.
આ પછી આતિશી મુખ્યમંત્રી બન્યાં. તેઓ 4 મહિના અને 19 દિવસ એટલે 8 ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી રહ્યાં છે.દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એલિસ વાઝે જણાવ્યું હતું કે મતગણતરી પર નજર રાખવા માટે 5,000 લોકોની ટીમ તહેનાત કરવામાં આવી છે. યોગ્ય ગણતરી પ્રક્રિયા માટે, દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 મતદારો VVPAT (વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ્સ) ની રેન્ડમ પસંદગી કરવામાં આવશે.છેલ્લી ત્રણ દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની તુલનામાં, આ વખતે ઓછું મતદાન થયું છે. આ વખતે 60.54% લોકોએ મતદાન કર્યું છે. 2013માં 65.63% મતદાન થયું હતું. 2015માં 67.12% અને 2020માં 62.59% મતદાન થયું હતું. 2013માં, AAP એ કોંગ્રેસના સમર્થનથી પહેલીવાર સરકાર બનાવી. જોકે, આ ગઠબંધન ટકી શક્યું નહીં અને ત્યારબાદ 2015 અને 2020માં યોજાયેલી ચૂંટણીઓમાં, AAP એ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી.
Reporter: admin







