News Portal...

Breaking News :

મર્દની ઓલાદ છો તો ઈડી, સીબીઆઈ, ઇનકમ ટેક્સ અને પોલીસને એક તરફ રાખી દો અને અમારી સામે લડીને બતાવો : ઉદ

2025-02-08 09:25:43
મર્દની ઓલાદ છો તો ઈડી, સીબીઆઈ, ઇનકમ ટેક્સ અને પોલીસને એક તરફ રાખી દો અને અમારી સામે લડીને બતાવો : ઉદ


શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'ઑપરેશન ટાઈગર' પર ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'અસલી શિવસેના અને અસલી ટાઈગર અમે અને અમારા લોકો છે. 


કોઈની દાળ નથી ગળવાની.' ઉદ્ધવ ઠાકરેએ આકરા શબ્દોમાં પલટવાર કરતા કહ્યું કે, 'જો મર્દની ઓલાદ છો તો અમારી પાર્ટી તોડીને બતાવો. માથું ફોડી નાખીશું.'ઉદ્વવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'જો તમે (એકનાથ શિંદે અને ભાજપ) મર્દની ઓલાદ છો તો ઈડી, સીબીઆઈ, ઇનકમ ટેક્સ અને પોલીસને એક તરફ રાખી દો અને અમારી સામે લડીને બતાવો. અમે તમને બતાવીશું કે અસલી શિવસેના કઈ છે. તમે અમને તોડવાનો પ્રયાસ કરશો તો અમે તમારું માથું ફોડી નાખીશું.'મહારાષ્ટ્રમાં ઑપરેશન ટાઈગર પર શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'અસલી ટાઈગર અને અસલી શિવસેના અમારી સાથે છે. તે નકલી છે. એ જનતાએ પોતાના મતથી સાબિત કરી દીધું છે. 


સિંહની ખાલ પહેરીને કોઈ સિંહ ન બની શકે, તેના માટે સિંહનું જીગર હોવું જોઈએ. મારા કામથી પ્રભાવિત થઈને તમામ પાર્ટીઓના લોકો મને મળતા રહે છે. તેને રાજકીય રંગ ન આપી દેવો જોઈએ. હજુ ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે. કેટલાક મોટા નેતા અમારી સાથે આવશે. અમારા દરવાજા ખુલા છે. અમને કોઈ ઓપરેશન ટાઇગર ચલાવવાની જરૂર નથી. લોકો અમારી સાથે આવી રહ્યા છે. અમે જનતાની વચ્ચે રહીને કામ કરીએ છીએ. ફેસબુક સરકાર નથી ચલાવતી. આરોપ લગાવવાથી નહીં, કામ કરવાથી લોકોના મત મળે છે.'શિંદેએ કહ્યું કે, 'ભિવંડી, કલ્યાણ અને થાણે જિલ્લાથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અનેક પદાધિકારી આજે અમારી પાર્ટીમાં સામેલ થયા છે. લોકોને શિવસેના પર વિશ્વાસ છે.અમે નક્કી કરીશું કે જે લોકો ઘર પર બેઠા છે, તેઓ ઘર પર જ રહે. જ્યારે તેઓ હારે છે, તો તેઓ EVMને દોષ આપે છે.'

Reporter: admin

Related Post