વાંછરા – મોભા – કરખડી – દૂધવાડા માર્ગ પર જરૂરી મરામત કરી માર્ગવ્યવહાર સરળ બનાવાયો
વડોદરા જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા માવઠાના પગલે માર્ગ વ્યવસ્થાને યથાવત રાખવા જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદી પરિસ્થિતિને કારણે રાજમાર્ગોમાં સર્જાયેલા ખાડાઓને પ્રાથમિકતા આધારિત ભરવાની કામગીરી જલદી પૂર્ણ કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયાવરોહણ માર્ગ સહિત વાંછરા – મોભા – કરખડી – દૂધવાડા માર્ગ પર જરૂરી મરામત કરી માર્ગવ્યવહાર સરળ બનાવાયો છે. સંબંધિત અધિકારીઓને અન્ય અસરગ્રસ્ત માર્ગોની પણ તાત્કાલિક તકેદારીપૂર્વક તપાસ કરી જરૂરી કામકાજ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, હવામાન સામાન્ય થતાની સાથે જ બાકી રહેલી કામગીરીને ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે જેથી જનતા માટે સુરક્ષિત અને સગવડભર્યો માર્ગવ્યવહાર સુનિશ્ચિત થાય.
Reporter: admin







