News Portal...

Breaking News :

રાજકોટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનશે

2024-10-16 13:14:41
રાજકોટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનશે


વડોદરા : 'માતૃદેવો ભવઃ પિતૃ દેવો ભવઃ'ની ભાવનાથી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટમાં નિરાધાર વૃધ્ધ,નિઃસંતાનો વડીલો માટે રાજકાેટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનાવી રહ્યાં છે.


30 એકર જમીનમાં નિર્માણ પામનાર સદભાવના વૃધ્ધાશ્રમને લઇ આજરોજ વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્સક અને સંરક્ષક પૂ.પરમાત્માનંદ સરસ્વતીજીએ વિસ્તૃત જાણકારી આપી હતી.ઉલ્લેખનીય છે કે,સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં આગામી 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી પૂ. માેરારીબાપૂની 947મી 'માનસ સદભાવના' રામ કથા પણ યોજશે.

Reporter: admin

Related Post