પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમા તેમજ અન્ય ગુનાઓમાં નાસતા-ફરતા/વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના ના આધારે
બાતમીદારથી બાતમી મળેલ કે, " મંજુસર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો/વોન્ટેડ આરોપી કાલકાપ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઇ કહાર નાનો હાલમાં લકુલેશનગરના નાકા પાસે ઉભો છે." જે બાતમી આધારે લકુલેશનગર પાસે તપાસ કરતા કાલકાપ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઇ કહાર નાનો મળી આવતા જેની ગુના સંબધી પૂછપરછ કરી ખાત્રી તપાસ કરતા તેના વિરૂધ્ધમાં મંજુસર પોલીસ સ્ટેશન (સી) પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૭૦૧૧૨૪૦૨૫૯/૨૦૨૪ પ્રોહી એકટ કલમ ૬૫(એ), ૬પ(ઇ). ૮૧. ૮૩, ૧૧૬(બી) મુજબના ગુનામાં નાસતો ફરતો/ વોન્ટેડ હોય જેથી હસ્તગત કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
આરોપી સામે વિવિઘ પોલીસ સ્ટેશન મા ગુનાઓ નોઘયેલ હોવાથી પોલીસે વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
Reporter: News Plus