વાહનચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. વાહનની હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ને લગતા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

વડોદરા RTOના અધિકારીના જણાવ્યા અનુસાર, જો વાહનની નંબર પ્લેટ તૂટી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો વાહન માલિકે શું કરવું તે અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જો વાહનની નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય, તો કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, વાહન માલિકે પોલીસનો દાખલો (ફરિયાદ) મેળવવો ફરજિયાત છે. પોલીસ દાખલો મેળવ્યા બાદ, ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી નંબર પ્લેટ માટે કાર્યવાહી કરી શકાશે. 1 એપ્રિલ 2019 પછીના વાહનો: આ તારીખ પછી રજિસ્ટર થયેલા વાહનોના માલિકો જે-તે ઓથોરાઇઝ્ડ ડીલર (શોરૂમ) મારફતે અરજી કરીને નવી નંબર પ્લેટ મેળવી શકે છે.

1 એપ્રિલ 2019 પહેલાના વાહનો: આ વાહનોના માલિકોએ SIAAM (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપવાનો રહેશે. RTO અધિકારીએ તમામ વાહન માલિકોને અપીલ કરી છે કે HSRP નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે. જો વાહન પર નંબર પ્લેટ ન હોય અથવા તૂટેલી-ખોવાયેલી હોય, તો RTO અને પોલીસ દ્વારા દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેથી, તમામ વાહનો પર સમયસર HSRP નંબર પ્લેટ લગાવવી અને ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તેને બદલાવી લેવી હિતાવહ છે..
Reporter: admin







