વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની નફ્ફટાઈ સામે આવી કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ ફુગ્ગા વેચી પેટીયું રળતા પરિવાર સામે કર્યો અન્યાય.

ફુગ્ગા વેંચતા પરિવારની ફુગ્ગા સાથેની સાયકલ જપ્ત કરી.પરિવાર સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો પણ દબાણ શાખા એ માનવતા નેવે મૂકી દીધી હોવા જેવી ઘટના સામે આવી. નાનો બાળક સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ. શહેરમાં ગેર કાયદેસર દબાણોનો રાફડો છે પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી દેખાય છે. શહેરના હાર્દ સમા ચાર દરવાજા વિસ્તારમાં દબાણોની ભારમાર છે તે ના દેખાયા પરંતુ દેખાયો શ્રમજીવી પરિવારો.

ફૂટપાથ પર રહી ફુગ્ગા વેંચતા શ્રમજીવી પર રોફ જમાવ્યો,આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી દીધી સાયકલ અને ફુગ્ગા લેવા પરિવાર વિનંતી કરતો રહ્યો પણ દબાણ શાખા ટસ ની મસ ના થઈ,મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઉણી ઉતરતી દબાણ શાખા નાના શ્રમજીવીઓ પર ઝાડે છે રોફ,અમે ઇચ્છી રહ્યા છે તમામના દબાણો દૂર થાય તેની સામે અમને કોઈ વાધો નથી,પરંતુ વ્હલા દવલાંની નીતિ તો નાજ થવી જોઈએ,પાલિકા તંત્રની આતો કેવી કામગીરી.



Reporter: admin







