News Portal...

Breaking News :

આરટીઆઇ એક્ટિવિસ્ટ અંબાલાલ બનશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બ્રાન્ડ એમ્બેસેડર ? પચીસ લાખની વસ્તીમાં કોઈ બીજો લાલ મળ્યો નહીં

2025-06-09 10:15:41
આરટીઆઇ એક્ટિવિસ્ટ અંબાલાલ બનશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બ્રાન્ડ એમ્બેસેડર ? પચીસ લાખની વસ્તીમાં કોઈ બીજો લાલ મળ્યો નહીં


તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ
પાલિકા પોતાની વાત આર.ટી.આઈ એક્ટીવીસ્ટોને માધ્યમ બનાવી,જાહેર જનતાને પહોંચાડતી થઈ ગઈ... 
અગાઉ દિલીપ રાણાએ મીડિયા મેનેજમેન્ટ કરેલું અને હવે મળતીયા અધિકારીઓ પણ આરટીઆઇ એક્ટિવિસ્ટોના ઇન્ટરવ્યુ કરે છે ! 



વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પોતાની પોલ ના ખુલે તે માટે કોર્પોરેશન હવે કેટલાક તોડબાજ આરટીઆઇ એક્ટિવીસ્ટોના ઇન્ટરવ્યુ બતાવે છે.
હવે ચોમાસુ નજીક છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટનાં ધોળા દિવસે આખું વર્ષ સપનાં બતાવીને લોકોને છેતરવા નીકળેલા શાસકો અને અધિકારીઓની પોલ ખુલી જવાનો સમય પણ હવે નજીક આવ્યો છે. ત્યારે શાસકો અને અધિકારીઓ લોકોને ઠગવાનું વધુ એક કરતૂત કરી રહ્યા છે. કોર્પોરેશનનાં સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જોવા પણ મળ્યું છે. પાલિકાએ હવે પોતાની  વિશ્વામિત્રી લગતની કામગીરી છે. બતાવવા માટે અલગ અલગ અખતરા-નુસખા કરવાનાં ચાલુ કર્યા છે. લોકોમાં એવું વાતાવરણ ઊભું કરાવવાનો પ્રયત્ન છે કે પાલિકા લોકો માટે ખૂબ ચિંતીત છે. આ વખતે પુર આવવાની શક્યતા નહીવત છે. લોકોનો હોબાળો ન થાય તેની માટે આ તરકટ રચાયું છે. તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો મળતીયા અધિકારીઓને ઈશારે જાહેર જનતાને સંબોધતા થઈ ગયા છે. પાલિકા માટે શરમજનક છે. આ પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરી જાહેર જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. કરોડોની રકમ ક્યાંય સગેવગે થઈ જશે તે વાત નક્કી છે. કોર્પોરેશનના મળતીયા અધિકારીઓએ હવે કહેવાતા આરટીઆઇ એક્ટિવીસ્ટોને કોર્પોરેશનની સારી કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે જાણે કે ભાડે લીધા છે. કોર્પોરેશનના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શહેરનાં એક ભોળવાયલા આરટીઆઇ એક્ટિવીસ્ટનો ઇન્ટરવ્યુ પોસ્ટ કરાયો છે અને અત્યાર સુધી વારંવાર આરટીઆઇ કરીને કોર્પોરેશન સામે વિવિધ આરોપો લગાડનારા આરટીઆઇ એક્ટિવિસ્ટ ઇન્ટરવ્યુમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના ભારોભાર વખાણ કરતા સાંભળવા મળી રહ્યા છે. નવાઇની વાત એ છે કે આ આરટીઆઇ એક્ટિવિસ્ટ જાણે કે પોતે એક્સપર્ટ હોય તેમ છાતી ઠોકીને ઇન્ટરવ્યુમાં કહેતા સાંભળવા મળે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં એટલું સારુ કામ થયું છે કે આ વખતે વડોદરા શહેરમાં પૂર આવવાની શક્યતા નહિવત છે.તેમને માધ્યમ બનાવીને કોર્પોરેશન પ્રચાર કરી રહી છે. શહેરના આરટીઆઇ એક્ટિવીસ્ટ જે વાત લોકો સમક્ષ રજુ કરે તે માની લે તેવી વડોદરાની જનતા નથી તે પણ કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડતી નથી. જો તમે આવા ઇન્ટરવ્યુ સાંભળો તો તમને ખબર પડી જશે કે આ ઇન્ટરવ્યુમાં કેટલી પોલ છે. કારણકે આ ઇન્ટરવ્યુમાં લખવામાં આવ્યું છે કે આ એન્વાયર્મેન્ટલીસ્ટ છે. વાસ્તવમાં આ ઇન્ટરવ્યુ આપનાર ભાઇ પોતે પણ ઇન્ટરવ્યુ આપતા પહેલા પોતાની ઓળખાણમાં સામાજીક કાર્યકર અને આરટીઆઇએક્ટિવીસ્ટ હોવાનું જણાવે છે. કોર્પોરેશને આરટીઆઇ એક્ટિવિસ્ટોના ઇન્ટરવ્યુ બતાવીને પુરવાર કરવાની જરુર નથી કે આ વખતે વડોદરામાં પૂર નહી જ આવે. જો દમ હોય તો મેયર, ચેરમેન, સાંસદ અને ધારાસભ્યોએ કહેવું જોઇએ કે આ વખતે વડોદરામાં પૂર નહી જ આવે. છતાં કોર્પોરેશન આરટીઆઇ એક્ટિવીસ્ટોના ઇન્ટરવ્યુ કરાવતી ફરે છે. એ વાત ચોક્કસ છે કે વિશ્વામિત્રીમાં 100 દિવસમાં જે કામ થવું જોઇએ તે થયું જ નથી અને આ વખતે પણ પૂર આવશે તે નક્કી છે. પ્રજાના 100 કરોડથી વધુ રકમનો રીતસર વેડફાટ થયો છે. કોર્પોરેશનના અધિકારીઓ આવા ઇન્ટરવ્યુ કરાવામાં પાવરધા છે. અગાઉના મ્યુનિ.કમિશનર દિલીપ રાણાએ પણ મીડિયા મેનેજમેન્ટ કરીને પેઇડ ઇન્ટરવ્યુ ગોઠવ્યો હતો અને પોતાની વાહવાહી કરાવી હતી. તેમના ગયા પછી પણ અધિકારીઓ આ માનસિક્તામાંથી બહાર આવ્યા નથી અને આરટીઆઇ એક્ટિવિસ્ટોના ઇન્ટરવ્યું સોશિસીયલ મીડિયામાં પોસ્ટ કરાઇ રહ્યા છે.  



તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો મળતીયા...
અધિકારીઓને ઈશારે જાહેર જનતાને સંબોધતા થઈ ગયા.
પાલિકાએ હવે પોતાની  વિશ્વામિત્રી લગતની કામગીરી છે બતાવવા માટે અલગ અલગ અખતરા-નુસખા કરવાનાં ચાલુ કર્યા છે. લોકોમાં એવું વાતાવરણ ઊભું કરાવવાનો પ્રયત્ન છે કે પાલિકા લોકો માટે ખૂબ ચિંતીત છે. આ વખતે પુર આવવાની શક્યતા નહીવત છે. લોકોનો હોબાળો ન થાય તેની માટે આ તરકટ રચાયું છે. તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો મળતીયા અધિકારીઓને ઈશારે જાહેર જનતાને સંબોધતા થઈ ગયા છે. પાલિકા માટે શરમજનક છે. આ પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરી જાહેર જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. કરોડોની રકમ ક્યાંય સગેવગે થઈ જશે તે વાત નક્કી છે.

આરટીઆઇ એક્ટવિસ્ટ જાણે પોતે એકસપર્ટ હોય તેવો દાવો કરી રહ્યો છે. 
નવાઇની વાત એ છે કે આ આરટીઆઇ એક્ટિવિસ્ટ જાણે કે પોતે એક્સપર્ટ હોય તેમ છાતી ઠોકીને ઇન્ટરવ્યુમાં કહેતા સાંભળવા મળે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં એટલું સારુ કામ થયું છે કે આ વખતે વડોદરા શહેરમાં પૂર આવવાની શક્યતા નહિવત છે. કોર્પોરેશન આ રીતે ગોબેલ્સ પ્રચાર કરી રહી છે. શહેરના આરટીઆઇ એક્ટિવીસ્ટ જે વાત લોકો સમક્ષ રજુ કરે તે માની લે તેવી વડોદરાની જનતા નથી તે પણ કોર્પોરેશનના અધિકારીઓને ખબર પડતી નથી. આ ઇન્ટરવ્યુ પણ કોર્પોરેશન કચેરીની નીચે જ લેવાયો હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. 

ઇન્ટરવ્યુમાં લખાયું કે આ એન્વાયર્મેન્ટલીસ્ટ છે...
જો તમે આ ઇન્ટરવ્યુ સાંભળો તો તમને પણ ખબર પડી જશે કે આ ઇન્ટરવ્યુમાં લોચા છે કારણ કે આ ઇન્ટરવ્યુમાં લખવામાં આવ્યું છે કે આ એન્વાયર્મેન્ટલીસ્ટ છે. વાસ્તવમાં આ ઇન્ટરવ્યુ આપનાર ભાઇ પોતે પણ ઇન્ટરવ્યુ આપતા પહેલા પોતાની ઓળખાણમાં સામાજીક કાર્યકર અને આરટીઆઇએક્ટિવીસ્ટ હોવાનું જણાવે છે. કોર્પોરેશનના શાસકો શું લોકોને મુર્ખ સમજે છે તે સવાલ થઇ રહ્યો છે. આવા તોડબાજ આરટીઆઇ એક્ટિવીસ્ટો જે કહે તે કેટલી હદે સાચુ હોય. આવા લોકો તો ગમે ત્યારે ઇન્ટરવ્યુમાં ગમે તે બોલી શકે છે.

કરોડોની રકમ ક્યાંય સગેવગે થઈ જશે તે વાત નક્કી...
પાલિકાએ હવે પોતાની  વિશ્વામિત્રી લગતની કામગીરી છે એ બતાવવા માટે અલગ અલગ અખતરા-નુસખા કરવાનાં ચાલુ કર્યા છે. લોકોમાં એવું  વાતાવરણ ઊભું કરાવવાનો પ્રયત્ન છે કે પાલિકા લોકો માટે ખૂબ ચિંતીત છે. આ વખતે પુર આવવાની શક્યતા નહીવત છે. લોકોનો હોબાળો ન થાય તેની માટે આ તરકટ રચાયું છે. તોડબાજ આર.ટી.આઈ એક્ટિવિસ્ટો મળતીયા અધિકારીઓને ઈશારે જાહેર જનતાને સંબોધતા થઈ ગયા છે. પાલિકા માટે શરમજનક છે. આ પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરી જાહેર જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. કરોડોની રકમ ક્યાંય સગેવગે થઈ જશે તે વાત નક્કી છે.

Reporter: admin

Related Post