વડોદરા શહેરના સુભાનપુરા હાઇટેન્શન રોડ ખાતે એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લેનાર 3 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
આરોપીઓ પાસેથી ચોરાયેલી દોઢ લાખ રૂપિયાની કિંમતની 15 ગ્રામની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી બાઈક પણ જપ્ત કરી છે. 13/05/2025ના રોજ વહેલી સવારે 5:45 વાગ્યે સુભાનપુરા વિસ્તારમાં આવેલા હાઇટેન્શન રોડ પરથી પસાર થઈ રહેલી એક મહિલાના ગળામાંથી 3 આરોપીઓએ સોનાની ચેઇન આંચકી લીધી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા અને એન.જી.જાડેજાની આગેવાની હેઠળની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કોયલીગામથી ઉંડેરા જતા રોડ પર 3 આરોપીને ઝડપી લીધા હતા.
ક્રિપાલસિંગ ઉર્ફે પાલ્લીસિંગ તારાસિંગ તીલપીતીયા (ઉ.વ. 35), (રહે. કોયલી ચરો, ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, કોયલી ગામ, વડોદરા), વડોદરાના સમા, સયાજીગંજ અને પાદરા પોલીસ સ્ટેશનમાં 4 ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. અમરસિંગ માનસિંગ તીલપીતીયા (રહે. અનગઢ, પાણીની ટાંકી પાસે, વડોદરા), અંકલેશ્વરમાં 5 અને બોરસદમાં 1 ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે . સન્નીસિંગ ઉર્ફે કરણ ઇન્દ્રસિંગ બાવરી(ઉ.વ. 22), (રહે. કોયલી ચરો, ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, કોયલી ગામ, વડોદરા તથા વિરમગામ, અમદાવાદ), ભાદરવા પોલીસ સ્ટેશનમાં 2 ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇન (15 ગ્રામ, કિંમત: રૂ. 1,50,000) બજાજ પલ્સર મોટરસાઇકલ કબજે કરી હતી.
Reporter: admin







