શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા રસ્તાના 111 કરોડથી વધુ રકમના કામો કોન્ટ્રાક્ટરોએ રિંગ બનાવીને કોર્પોરેશનમાંથી મેળવવાનો કરેલો કારસો સફળ થયો છે.

કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશના અધિકારીઓએ ઘી કેળાં કરાવી લીધા છે. સ્થાયીમાં કરાયેલા રસ્તાઓના કામની આ દરખાસ્તોને સ્થાયીએ ક ઝાટકે મંજૂર કરી દીધી છે. સ્થાયી સમિતીની શુક્રવારે મળેલી બેઠકમાં સ્થાયી સમિતીમાં દરાયેલી દરખાસ્તો મુજબ વોર્ડ નંબર 11ની ઓફિસથી લાલગુરુ સર્કલ સુધી 30 મીટરનો રસ્તો પહોળો કરી કાર્પેટ સિલકોટ કરવાના કામે કોન્ટ્રાક્ટર શિવમ કન્સ્ટ્રક્શનના કામે 90086872 રુપિયાના અંદાજીત ભાવથી 17.50 ટકા વધુના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે તો સુશેન ચાર રસ્તાથી હનુમાનજી મંદિર સિધી 40 મીટરનો રસ્તો બનાવાના કામે શાંતિલાલ બી પટેલના 128985278 રુપિયાના અંદાજીત ભાવથી 17.50 ટકા વધુ ભાવના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે . ભવન્સ સર્કલથી બરોડા ડેરી થઇ પ્રતાપનગર બ્રિજ સુધીનો રસ્તો વિકસાવવા શિવમ કન્સ્ટ્રક્શનને 73114377 રુપિયાના ભાવપત્રથી 1750 ટકા વધુ મુજબના ભાવની દરખાસ્ત કરાઇ છે તો સાથે સાથે ઉત્તર ઝોનમાં 7 કરોડની મર્યાદામાં રસ્તાના કામ માટે કોન્ટ્રાક્ટર ડી બી પટેલને 7 કરોડની મર્યાદામાં વધુ 1.75 કરોડની મર્યાદા વધારવાની દરખાસ્ત કરાઇ છે તો સાથે સાથે ભવન્સ સ્કુલથી સુસેન ચાર રસ્તા સુધીના વાઇડનીંગ ના કામ કરી વોલ ટુ વોલ બનાવવા શિવાલય ઇન્ફ્રા.પ્રા.લીને 116495455 રુપિયાના અંદાજીત ભાવથી 17.50 ટકા વધુ ભાવને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે. સરસ્વતી ચાર રસ્તાથી દરબાર ચોકડી સુધીના 36 મીટર નો રસ્તો વોલ ટુ વોલ બનાવાના કામે શિવાલય ઇન્ફ્રા.પ્રા.લીને 70577562 રુપિયાના અંદાજીત ભાવથી 17.50 ટકા વધુ મુજબના ભાવને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે. ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાતનાકા સર્કલ સુધીને રસ્તો વોલ ટુ વોલ કરવા પી.ડી.કન્સ્ટ્રક્શનના 62849022 રુપિયાના અંદાજીતભાવથી 17.50 ટકાના વધુ મુજબના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ છે. ડભોઇ રોડથી કપુરાઇ ટાંકી એસટીપી સુધીનો રસ્તો 18 મીટરનો આરસીસી બનાવાના કામે શિવાલય પ્રો.પ્રા.લીના 93417115 રુપિયાના ભાવથી 6 ટકાના ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત પણ કરાઇ છે. આ સાથે ગાજરાવાડી પાણીની ટાંકીથી પટેલ એસ્ટેટ થઇ યમુના મિલ ચાર રસ્તા સુધીના 18 મીટરના રસ્તો બનાવવા પી.ડી.કન્સ્ટ્રક્શનના 54366978 રુપિયાના ભાવથી 6 ટકા વધુના ભાવને મંજૂર કરવાની દરખાસ્ત, વિહાર ટોકીઝની સામેથી ઇદગાહ મેદાન થઇ ગાજરાવાડી ટાંકીથી આરસીસી રોડને જોડતો 18 મીટરનો રસ્તો બનાવવા પી.ડી.કન્સ્ટ્રક્શનને 63990138 રુપિયાના અંદાજીત ભાવથી 6 ટકાના વધુ ભાવપત્રને મંજૂર કરવાની દરખાસ્ત, દક્ષિણ ઝોનમાં વાર્ષીક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં એક્મે કન્સ્ટર્કશનની મંજુર નાણાંકીય મર્યાદા 6 કરોડમાં વધુ 3 મહિનાની મુદત વધારવાની દરખાસ્ત, પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક પાર્કીંગ માટે પેવર બ્લોકથી પેવીંગ કરાવવા નિલમ કન્સ્ટ્રકશને 8 કરોડની નાણાંકિય મર્યાદામાં કામ કરાવવા અને પૂર્વ ઝોનમાં આરસીસી રોડ બનાવવા કૌશલ દેવીદાસ હરપલાનીને 6 કરોડની મર્યાદામાં કામ કરાવવાની દરખાસ્ત તથા પશ્ચિમ ઝોનમાં 15 કરોડની મર્યાદામાં પી.ડી.કન્સ્ટ્રક્શનને મંજૂર 15 કરોડની નાણાંકિય મર્યાદામાં વધુ 5 કરોડની મર્યાદા તથા સમય મર્યાદામાં વધુ 3 માસ વધારવાની પણ દરખાસ્ત સ્થાયીમાં કરાઇ છે. આ તમામ દરખાસ્તો મંજૂર કરાઇ હતી.

સ્થાયીમાં 32 કામોને મંજૂર કરાયા
સ્થાયી સમિતીની આજે મળેલી બેઠકમાં 35 કામોમાંથી 32 કામોની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 950 આવાસો બન્યા છે. તેમાં દોઢ લાખ રાજ્ય સરકાર અને દોઢ લાખની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે અને દરેક હવે લાભાર્થીને 5.50 લાખ આવાસના આપવાના હોય છે પણ હવે લાભાર્થીનો આ ફાળો નહી લેવાનો અને તમામ પૈસા કોર્પોરેશન ભોગવે તેવું નક્કી કરાયું છે જેથી ગરીબોને ફાયદો થશે. આના કારણે કોર્પોરેશનને 17 કરોડ 56 લાખનું ભારણ પડશે. 2023માં જે શિવોત્સવનો કાર્યક્રમ થયો હતો તેમાં બાકી રહેલા 88 લાખનું ચુકવણુ કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. ઉપરાંત શહેરમાં 47 બ્રીજ અને નાળા છે તેનું રીપેરીંગ રીસર્ફેસીંગનં કામ મંજૂર કરવામાં આવ્યું છે. પાણીપુરવઠાના 3 કરોડ ઉપરાંતના કામને મંજૂરી અપાઇ છે, અકોટામાં પડેલા ભૂવાના કામને ધ્યાનમાં લેવાયો છે. રોડ પ્રોજેક્ટ શાખાના તમામ કામો મંજૂર કરાયા છે.




Reporter: admin