News Portal...

Breaking News :

રોયલ લોકોનો રોયલ મેળો

2024-12-26 11:57:09
રોયલ લોકોનો રોયલ મેળો


TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. 


આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં વડોદરાનું તંત્ર સુધર્યું નથી. માંજલપુર વિસ્તારમાં રોયલ મેળાનો  પ્રારંભ થયો હતો.તમામ પ્રકારની પરવાનગી સાથે મેળો શરૂ થયો હોવાનું કહેવાય છે. પરંતુ ગત રાત્રે નાતાલના દિવસે રોયલ હેલિકોપ્ટર ની રાઈડનો દરવાજો ખુલી જતા બે થી ત્રણ બાળકો પટકયા હોવાથી હોબાળો મચ્યો હતો.


રાઈડના દરવાજો ખોલી જતા બાળકો માંડ માંડ બચ્ચા હતા.આ ઘટનાની જાણ થતા જોઈન્ટ પોલીસ કમિશનર સહિતની પોલીસની ટીમો તાત્કાલિક દોડી આવી મેળાને બંધ કરાવ્યો હતો. રોયલ મેળામાં ખૂબ જ નજીક નજીક રાઈડ ગોઠવવામાં આવી હતી.રાવપુરા પોલીસે ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.હાલ રોયલ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Reporter: admin

Related Post