કોટા: પત્નીની ખરાબ તબિયતને જોતા પતિએ સરકારી નોકરીમાંથી VRS લીધું હતું. પતિએ રિટાયરમેન્ટની પાર્ટીનું આયોજન કર્યુ હતું.
આ દરમિયાન પાર્ટીમાં જ પત્નીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાદાવાડીમાં સેન્ટ્રલ વેરહાઉસના મેનેજર દેવેન્દ્ર કુમારના પત્ની હાર્ટ પેશન્ટ હતા. આથી નોકરી કરતી વખતે દેવેન્દ્ર કુમાર પત્ની દિપીકાની તબિયત પર પૂરેપૂરું ધ્યાન આપી શકતા ન હતા. આથી નિવૃત્તિના ત્રણ વર્ષ પહેલા જ તેમણે VRS લઈ લીધું હતું.
તેણે નક્કી કર્યું હતું કે હવે હું 24 કલાક પત્ની સાથે રહીને તેની સેવા કરીશ. એવામાં મંગળવારે સાંજે તેમની રિટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.દેવેન્દ્ર કુમાર પોતાની પત્ની અને કેટલાક સંબંધીઓ સાથે આ પાર્ટીમાં સામેલ થયા હતા. લોકો તેને અભિનંદન આપી રહ્યા હતા. હવે નિયતિનો ખેલ જુઓ. આ પાર્ટી દરમિયાન જ તેમને ચક્કર આવ્યા અને થોડી જ વારમાં તે પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રારંભિક રિપોર્ટ મુજબ, તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
Reporter: admin