વડોદરા : ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલી યોજાઇ હતી.

અકોટા દાંડિયાબજાર બ્રિજ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે લોકોને હેલમેટ પહેરાવ્યું હતું.આગામી 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલમેટ ફરજિયાતપહેરવું કરાયું છે.

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતુકે, અમને લોકોથી દંડ વસૂલવામાં રસ નથી, લોકોના જીવની અમનેચિંતા છે.લોકોએ ટ્રાફિક નિયમનું પાલન કરવું પડશે.ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મોતના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે. તેમ તેમણે કહ્યું હતું.








Reporter: admin







