દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે દિલ્હીના ગિરીનગરની સામે હનુમાન મંદિરના શાકમાર્કેટનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો પોસ્ટ કરતા તેમણે કહ્યું છે કે, લસણનો ભાવ એક સમયે 40 હતો, જે આજે 400 પ્રતિ કિગ્રા છે. વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકર્ણની માફક ઉંઘતી છે.રાહુલ ગાંધી છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં મોંઘવારીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ શાકમાર્કેટમાં જુદી-જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી સાથે અમુક મહિલાઓ પણ છે. આ દરમિયાન એક મહિલા કટાક્ષ કરે છે કે, દેશમાં સોનું સસ્તુ હશે પરંતુ લસણ નહીં.
આ વીડિયોમાં એક મહિલા કહેતી સંભળાય છે કે, એક સમયે બીટ 30-40 પ્રતિ કિગ્રાના ભાવે મળતું હતું, જે આજે 60 રૂપિયે કિલો મળે છે. વટાણા પણ 120 રૂપિયે કિલો થયા છે. રાહુલ ગાંધીને મહિલાઓ ફરિયાદ કરે છે કે, મોંઘવારી દરવર્ષે વધી રહી છે. જેનાથી આર્થિક ખેંચ પડી રહી છે. જીએસટીના લીધે ઘણી ચીજોના ભાવ પણ વધ્યા છે. દિલ્હીમાં ફેબ્રુઆરી, 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ કારણસર રાહુલ ગાંધી સક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ સહિતના નેતાઓએ આંબેડકર મુદ્દે પણ પણ સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.
Reporter: admin