વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારના શકીલા પાર્કમાં ફરી એકવાર એસઓજી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તાંદલજા વિસ્તારમાં શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના નિવાસ્થાને એસઓજી ટીમ દ્વારા નશીલા પદાર્થોને લઈ રેડ કરવામાં આવી હતી.આ પૂર્વે પણ શાલીમાર ડુપ્લેક્સમાં આવેલા મકાનમાં પણ પોલીસ દ્વારા રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.અગાઉ પણ જરીના પટેલના પુત્ર તથા પુત્રીને પણ આવિષ્કાર કોમ્પલેક્ષની નીચેથી નશીલા પદાર્થો સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

લગભગ આઠ મહિના પૂર્વે પણ એસઓજીની ટીમ દ્વારા આ જરીના પટેલના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને નશીલા પદાર્થ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આશરે આઠ મહિના બાદ ફરી એકવાર sog ની ટીમ જરીના પટેલના નિવાસ્થને ત્રાટકી હતી અને એસઓજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી નશીલા પદાર્થનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Reporter: admin







