મુંબઈ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની પહેલી જ મેચમાં ભારતના વાઈસ કેપ્ટન રિષભ પંતે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી છે.
જોકે દુનિયાના ઘણા બેટ્સમેને આ કામ કર્યું છે, તો તેમાં નવું શું છે? પરંતુ રિષભ પંતે જે કર્યું છે તે અનોખું છે. જેમ તેની બેટિંગ વિચિત્ર છે, તેમ તેના રેકોર્ડ પણ એવા જ છે. તો ચાલો તમને જણાવીએ કે પંતે હવે શું કર્યું છે.રિષભ પંત હવે દુનિયાનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે જેણે ઘરની બહાર રમતી વખતે કોઈપણ દેશ સામે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી છે. આજ સુધી દુનિયાનો કોઈ વિકેટકીપર ટેસ્ટમાં આવી સિદ્ધિ નથી મેળવી શક્યો. આ તો ઘરની બહારની વાત છે, પરંતુ અત્યાર સુધી ઘરે પણ ફક્ત એક જ વાર બન્યું છે.
2001માં, ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પહેલી ઈનિંગમાં 142 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તેણે અણનમ 199 રન બનાવ્યા હતા.હવે રિષભ પંત વિકેટકીપર તરીકે રમતી વખતે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. રિષભ પંત પહેલા કેએલ રાહુલે પણ બીજી ઈનિંગમાં પોતાની સદી પૂરી કરી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 364 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં 6 રનની લીડના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને 371 રનનો ટાર્ગેટ આપ્યો છે, જેમાંથી ચોથા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટના નુકસાન વગર 21 રન બનાવ્યા છે. હવે ,મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને 350 રના અને ભારતને 10 વિકેટની જરૂર છે.
Reporter: admin







