News Portal...

Breaking News :

5 મહિલા હોમગાર્ડ પર રીક્ષા ચાલકે કર્યો એસિડ એટેક, એકની હાલત અત્યંત ગંભીર

2025-07-18 14:46:18
5 મહિલા હોમગાર્ડ પર રીક્ષા ચાલકે કર્યો એસિડ એટેક, એકની હાલત અત્યંત ગંભીર


કલોલ:  એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. 


પ્રાથમિક માહિતી પ્રમાણે, એક રિક્ષાચલક એસિડ બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે, જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.  પોલીસે એસિડ ફેંકનાર રીક્ષા ચાલક ને શોધી કાઢ્યો હતો.પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે 18મી જાન્યુઆરી, શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. 


આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી.આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડી વાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો.

Reporter: admin

Related Post