વડોદરા : મુજપુર-ગંભીરા બ્રિજ પર દુર્ઘટનાના 10 દિવસથી લટકી રહેલો ટ્રક શિવમ રોડલાઇન્સનો હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સ આશરે 12 વર્ષ જુની કંપની છે.

આજે પણ આ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે ? આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, સાહેબ અમે છેલ્લા દસ દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે.રામાશંકર પાલે એવું પણ જણાવ્યું કે, આણંદ સરકારી કચેરીના અધિકારીઓ વડોદરા પર ઢોળી રહ્યાં છે અને વડોદરા વાળા આણંદ પર, ધક્કા ખાઇને અમે થાકી ચુંક્યાં છે. એક અધિકારીએ તો એવો જવાબ આપ્યો કે, હવે નવો બ્રિજ બને અને આ તોડી પાડવામાં આવે ત્યારે તમારો ટ્રક મળશે. તો એક અધિકારીએ એવો જવાબ આપ્યો કે, હેલીકોપ્ટરથી ટ્રક ખસેડવામાં આવે તેવી રજૂઆત પણ આર્મીને કરી પરંતુ કોઇ શક્યતાએ નથી કે, ટ્રક હમણા ત્યાંથી ખસેડાય.
તો અન્ય અધિકારીએ કહ્યું, કે તમાર ટ્રકના કારણે જ આ દુર્ઘટના સર્જાઇ છે.સરકારી કચેરીઓના ધક્કા ખાઇ અને અધિકારીઓના ઉડાવ જવાબો સાંભળી થાકેલા રામાશંકર કહે છે કે, સદનબીસે મારા ટ્રક ડ્રાઇવરનો આ દુર્ઘટનામાં બચાવ થયો છે. મારે આ ટ્રક પર 30 લાખની લોન છે, દર મહિને મારે દોઢ લાખ રૂપિયા બેન્કનો હપ્તો છે. જો ટ્રક ચાલશે તો હું બેન્કનો હપ્તો ભરી શકીશ, હવે નવો બ્રિજ બને ત્યાં સુધી અમારે ટ્રકની રાહ જોવાની અને ટ્રક ચાલે જ નહીં તો હું બેન્કના હપ્તા કંઇ રીતે ભરીશ ?
Reporter: admin







